Ruslaan 2024 Upcoming movie trailer review in Gujarati

 તાજેતરમાં એક્શન થ્રિલર  રુસલાનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં જગપતિ બાબુ પોલીસ ઓફિસર તરીકે અને આયુષ શર્મા જગપતિ બાબુના પુત્ર તરીકે દેખાય છે. જગપતિ બાબુના દીકરાની બાળપણમાં પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ કદાચ તેને છોડી દેવામાં આવ્યો હતો અને તે નાનપણથી જ અન્ય બાળકો દ્વારા માર ખાતો હતો.આ સિવાય તે ગાયક બનવા માંગે છે જેને આપણે ગાયક તરીકે જોઈએ છીએ. આ સિવાય એક સપનું એ પણ છે કે તે પોલીસ ઓફિસર પણ બનવા માંગે છે. બધુ સાલું કનફયુજન છે. ચાલો વાત કરીએ આ ટ્રેલર ની. 

Release date: 26 April 2024 
Director: Karan Butani

આ ફિલ્મમાં બે બે કહાની બતાવવામાં આવી છે એક તો આયુષના બાળપણની અને બીજી દેશના અંડરકવર એજન્ટની. એક બાજુ આયુષ ના બાળપણથી લઈને જવાની સુધીની કહાની છે કે તે એક સિંગર બનવા માંગે છે તો ક્યારેક પપ્પાને જોઈને પોલીસ ઓફિસર બનવા માંગે છે પણ પપ્પા ને ખબર છે કે આમાં કી મજા નથી એટલે ના પાડે છે કે ભાઈ તું શાંતિથી નોકરી કર તારે પોલીસ બનવાનું નથી. છેલ્લે પછી દેશ માટે કઈક કરી છૂટવાની તમન્ના થી એક અંડર કવર એજન્ટ બની જાય છે અને શું શું કારનામાં થાય છે એ તો આપણે ફિલ્મમાં જ જોવું પડે  

Tilasmi Bahein | Video Song | Sanjay Leela Bhansali | Sonakshi Sinha | Heeramandi |

ફિલ્મનું ટ્રેલર સારું છે, પરંતુ સાલું વાર્તાનો અંત ખબર નથી કારણ કે આપણે ત્રણ-ચાર વાર્તાઓ જોવી આ ફિલ્મમાં જોવી પડશે.  ઉપરાંત, એક્સન સીન ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યા  છે. મને આયુષ શર્માના કેટલાક ડાયલોગ્સ બહુ ગમ્યા નહીં. જગપતિ બાબુ પાત્રમાં સારા દેખાઈ રહ્યા છે અને એક પિતાનું પાત્ર ભજવી રહ્યા છે જે પોતાના બાળકોને સારું કામ કરતા જોવા માંગે છે, પરંતુ અંતે તેમની સાથે શું થાય છે તે ફિલ્મ રુસલાનમાં બતાવવામાં આવશે.

Ruslaan માં એક્સન સિન્સ ખૂબ જ જોરદાર છે, પણ વાર્તા ખૂબ જ ડખાંવાળી  લાગે છે. જેમ કે તમે ફિલ્મ રુસલાનના ટ્રેલરમાં આયુષ શર્માને જોયો હશે, તે શાનદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. જો કે, એક અભિનેતાની  અભિવ્યક્તિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ક્રિયાઓ સાથે યોગ્ય રીતે મેળ ખાવી જોઈએ પણ એક્સન સિન્સ માં આ જોવા મળતું નથી.

Audience says No.. for Love Sex And Dhokha 2

આ ફિલ્મમાં આયુષ શર્મા, જગપતિ બાબુ, તેમજ સુનિલ સેટ્ટી સાહેબનો કેમિયો રોલ પણ છે. આ ફિલ્મ 26 એપ્રિલ 2024 ના રોજ થિયેટરો માં રિલિજ થસે. 

Official Trailer



વધુ નવું વધુ જૂનું