રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની કામાખ્યા દેવી મંદિરની મુલાકાતે:
નવવિવાહિત યુગલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આ દિવસોમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. જ્યારે ગત રોજ કપલ અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરતા જોવા મળ્યું હતું, હવે આ દંપતી પરિવાર સાથે કામાખ્યા દેવીના મંદિરે દર્શન કરવા ગયા છે. હાલમાં જ રકુલ પ્રીત સિંહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ કપલ કામાખ્યાદેવીના દર્શન કરવા પહોંચ્યા હતા. રકુલ પ્રીત સિંહે શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે રકુલ પ્રીત સિંહ ભગવા રંગનો સલવાર કુર્તો પહેરેલી જોવા મળી રહી છે. તેના કપાળ પર લાંબું તિલક છે. હાથમાં ફૂલોની માળા લઈને ઉભી રકુલ પ્રીત એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. જેકીની વાત કરીએ તો જેકી ભગનાની પીળા કુર્તા અને જીન્સ પહેરેલા જોવા મળે છે. બીજી તસવીરમાં જોઈ શકાય છે કે રકુલ અને જેકીની સાથે તેમનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે.
બંનેએ શાહી લગ્ન કર્યા હતા.આપને જણાવી દઈએ કે આ કપલે 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને બિઝનેસ જગતના લોકો પણ જોવા મળ્યા હતા. આ કપલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે વર્ષ 2024માં બંનેએ સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન બે રિવાજ મુજબ થયા હતા. પહેલું શીખ ધર્મ અનુસાર અને બીજું આનંદ કારજ રિવાજો અનુસાર. તમને જણાવી દઈએ કે બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.