આખી મનોરંજન દુનિયામાં કેજીએફની જોરદાર પ્રશંસા આવી હતી.ત્યારબાદ પુષ્પા પણ ચાહકોમાં લોકપ્રિય બની . આટલું જ નહીં કંતારા ની રહસ્યમય દુનિયા પણ ચાહકોના દિલમાં વસી ગઈ. પરંતુ 2024માં દક્ષિણમાંથી એક ફિલ્મ આવવાની છે જે પુષ્પા, કેજીએફ અને કંતારા જેવી ફિલ્મોને ટક્કર આપતી જોવા મળી શકે છે. થોડા સમય પહેલા, જ્યારે આ ફિલ્મની પ્રથમ ઝલક રિલીઝ થઈ હતી, ત્યારે એક સંકેત હતો કે કંઈક મોટું થવાનું છે. આટલું જ નહીં, હવે આ હોરર ફિલ્મમાં સાઉથની એક મોટી અભિનેત્રી જોવા મળવાની છે.
અનુષ્કાએ 2005માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ તમિલ અને તેલુગુ સિનેમામાં કામ કર્યું છે, પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે તે મલયાલમ ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મનું નામ છે કતાનાર - ધ વાઇલ્ડ સોર્સર. ફિલ્મમાં અનુષ્કા શેટ્ટી ઉપરાંત જયસૂર્યા અને વિનીત પણ જોવા મળશે. આ રીતે ફિલ્મ કતાનારની સ્ટારકાસ્ટ ઘણી મજબૂત બની છે. અનુષ્કા શેટ્ટીએ આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતા તેણે લખ્યું, 'કતાનાર ધ વાઈલ્ડ સોર્સર.- ની દુનિયામાં એન્ટ્રી ' આ રીતે ફરી એકવાર અનુષ્કા શેટ્ટીની શાનદાર અભિનય કુશળતા જોવા મળશે.
કતાનાર એક મલયાલમ ફિલ્મ છે જેનું નિર્દેશન રોઝીન થોમસ કરી રહ્યા છે. કટાનાર 14 ભાષાઓમાં રિલીઝ થવાની છે: અંગ્રેજી, તમિલ, તેલુગુ, હિન્દી, બંગાળી, કન્નડ, ચાઇનીઝ, ફ્રેન્ચ, કોરિયન, ઇટાલિયન, રશિયન, ઇન્ડોનેશિયન અને જાપાનીઝ. આ ફિલ્મ 45000 સ્ક્વેર ફૂટના સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવી છે જે આ માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. કટાનારનું બજેટ લગભગ 90 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફિલ્મની પ્રથમ ઝલકમાં જે પ્રકારનું ગ્રાફિક્સ જોવા મળે છે તે ખરેખર અદભૂત છે.