કરિશ્મા કપૂરે કર્યું શાનદાર કમબેક, 'મર્ડર મુબારક'માં બતાવશે કિલર લુક
કરિશ્મા કપૂરનું પુનરાગમનઃ
'રાજા હિન્દુસ્તાની', 'દિલ તો પાગલ હૈ', 'હીરો નંબર 1', 'કુલી નંબર 1', 'બીવી નંબર 1' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર કરિશ્મા કપૂરને તેન સુંદરતા અને સારી એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. પરંતુ તે લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીથી દૂર છે. કરિશ્મા કપૂર છેલ્લે 'ડેન્જરસ ઈશ્ક'માં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી.લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રીનથી દૂર રહ્યા બાદ કરિશ્મા કપૂર ફરી પોતાની એક્ટિંગ ટેલેન્ટ અને સુંદરતા બતાવવા માટે તૈયાર છે.
કરિશ્માના લુક્સે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.આપને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર મર્ડર મુબારક ફિલ્મથી શાનદાર કમબેક કરી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં કરિશ્મા કપૂરની નવી અને અનોખી સ્ટાઈલ જોઈને દરેકને આશ્ચર્યથઇ રહ્યું છે. કરિશ્મા કપૂર આ ફિલ્મમાં ખૂબ જ ફિટ અને સુંદર લાગી રહી છે. તેની સ્ટાઈલ જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી. ફિલ્મની વાત કરીએ તો મર્ડર મુબારકની સસ્પેન્સફુલ સ્ટોરી તમને વિચારતા કરી મુકશે. ફિલ્મનું રહસ્ય તમને અંત સુધી વ્યસ્ત રાખશે. ફિલ્મમાં ઘણા રસપ્રદ ટ્વિસ્ટ જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તમે આ ફિલ્મ 15 માર્ચે જોઈ શકો છો.
કરિશ્મા સાથે આ સ્ટાર્સ પણ ફિલ્મમાં છે. મર્ડર મુબારકમાં કરિશ્મા કપૂરની સાથે સારા અલી ખાન, વિજય વર્મા, સંજય કપૂર, ડિમ્પલ કાપડિયા, ટિસ્કા ચોપરા અને પંકજ ત્રિપાઠી જોવા મળે છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળે છે જે એક મર્ડર મિસ્ટ્રી ઉકેલતા જોવા મળે છે. ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને લોકો ફિલ્મનું ટ્રેલર પણ પસંદ કરી રહ્યા છે.