આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોઈ આર્મીની ગાડીને બોમ્બથી ઉડાવી દેવામાં આવી, આટલા સૈનિકો માર્યા ગયા, થોડા વર્ષો પેલા પણ સીઆરપીએફના કાફલાને ઉડાવી દેવામાં આવ્યો હતો.. અને આ દરેક કામને અંજામ આપનાર સંગઠન છે નક્સલવાદ કે માઓવાદ. જે છત્તીસગઢ જેવા રાજ્યમાં પનપી રહ્યો છે. આ ફિલ્મી આખી વાર્તા આ કથા ઉપર જ સેટ કરવામાં આવી છે. નક્સલવાદના લીધે ત્યાંનાં લોકોને કેટલી તકલીફો પડે છે અને કેટલું સહન કરવું પડે છે. આ ઉપરાંત નક્સલવાદીઓની ભયાનક બર્બરતા પણ બતાવવામાં આવી છે. ત્યાંનાં લોકો આ વિધ્વંસક પ્રણાલીને કારણે શાળાઓ, રસ્તાઓ અને હોસ્પિટલો જેવા મૂળભૂત માનવ અધિકારોથી વંચિત છે. ડાયરેક્ટર સુદિપ્તો સેન અને પ્રોડ્યુસર વિપુલ શાહ દ્વારા " બસ્તર-ધ નક્સલ સ્ટોરી " ફિલ્મ લાવવામાં આવી છે જેમાં અદા શર્માની ઍક્ટિંગ જોરદાર છે. આઇપીએસ અધિકારી નિરજા માધવનની ભૂમિકામાં અદાની અદાકારી જોવાલાયક છે.
ફિલ્મની અભિનેત્રી કહે છે કે ફિલ્મનો વાસ્તવિક ઉદ્દેશ્ય નક્સલવાદની સત્યતાને બહાર લાવવાનો છે. ના તો આ પ્રોપગેન્ડા ફિલ્મ છે કે ના ફિલ્મને JNU વિરોધી ગણાવી છે
ફિલ્મનો સારાંશ
કહાની કોર્ટરૂમથી શરૂ થાય છે જેમાં વકીલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે સલવા જૂડૂમ બંધ કરવામાં આવે જેની જવાબદારી નીરજા માધવનની છે. નીરજા માધવન ( અદા શર્મા )નો એક જ મકસદ છે કે બસ્તરમાંથી નક્સલવાદનો ખાતમો કરવો. પોતે પ્રેગ્નેન્ટ હોવા છતાં કોઈ પણ ભય નથી. બસ્તરમાં લોકો પણ ના ઘરના ના ઘાટના જેવા થઈ જાય છે. કેમ કે જો પોલીસનો સાથ આપે તો નક્સલી લોકોને ગોળીએ મારે અને જો નક્સલી નો સાથ આપે તો પોલીસ. એટલે એ લોકોમાં હમેશા ડર ઘૂસી ગયો છે
ભારતીય ત્રિરંગો લહેરાવવાની હિંમત કરનાર અને તેના પ્રદેશમાં શાંતિની ઝંખના કરનાર માણસ માટે મૃત્યુની જે અવિસ્વસનીય સજા એ રીતે બતાવવામાં આવી છે કે જે રીતે માણસના શરીરના 30 થી વધુ ટુકડા કરવામાં આવે છે!
તમને હચમચાવી નાખે તેવા સિક્વન્સ અને આર્મીના 76 સૈનિકોને ‘76 કૂતરા’ તરીકે સંદર્ભિત કરે છે અને કેટલાક ભારતીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ હત્યાકાંડને ડાન્સ સાથે ઉજવે છે! ડાયલોગ્સ ટુ ધ પોઈન્ટ, ચપળ અને સખત હિટિંગ છે અને ફિલ્મ મહિલા CRPF અધિકારીઓ સહિત દેશભક્તિ દળોની અદમ્ય હિંમતને પણ દર્શાવે છે, જેમનું સમર્પણ અને જુસ્સો જોવાલાયક છે.
અભિનય
ફિલ્મમાં લીડ રોલમાં અદા શર્મા જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ તેના અભિનયની તલવાર ફરતી જાય છે, રાયમાં સેન પણ છે જેઓ નક્સલવાદીઓના સમર્થનમાં છે અને એક પત્રકાર છે તેમનો અભિનય પણ સરસ છે, જેના પતિના શરીર ના ટુકડા થઈ ગયા એ પત્નીના રોલમાં ઇન્દિરા તિવારીનું કામ જોરદાર છે અને છેલ્લે વિલન તો જોઈએ જ. લંકા રેડ્ડી ના રોલમાં છે એ કલાકાર છે વિજય કૃષ્ણા અને એમનો અભિનય તો સાહેબ એકદાર ઉપર લેવલનો.
ડાયરેક્સન
સુદીપ્તો સેનનો જુસ્સો આ ફિલ્મના દરેક શબ્દ અને ફ્રેમમાં દેખાય છે, અને તે અત્યંત ક્રૂર સિક્વન્સની કલ્પના અને અમલમાં વ્યંગાત્મક રીતે દેખાય છે. સામાજીક અને રાષ્ટ્રીય દુષ્ટતાનો ખુલાસો કરવાનો તેનો ઈરાદો, જે તેની ધ કેરાલા સ્ટોરીમાં પણ જોવા મળ્યો હતો, તે ફિલ્મની જેમ જ ટોપ ગિયરમાં છે. સંગીત બે ગીતો પૂરતું મર્યાદિત છે, ફિલ્મમાં ક્યાંક કડીયો છૂટી જાય છે. પણ આ ફિલ્મ તમને ઇમોસનમાં લઈ જાય છે જ્યાં તમને ઘડીક ગુસ્સો આવે છે તો ક્યારેક શાંતિ, અને ક્યારેક દુખ લાગે છે તો થોડું સુખ.
આવી ફિલ્મોને સમયની જરૂરિયાત છે. આ ફિલ્મમાં માત્ર શિક્ષણ જ નથી પરંતુ જાગૃતિ પેદા કરે છે જે દર્શકોને દૂરના જણાતા મુદ્દાઓ વિશે પ્રબુદ્ધ અને માર્ગદર્શન આપી શકે છે આ ઉપરાંત ભવિષ્યમાં તેને અને તેની ભાવિ પેઢીઓને સારી રીતે અસર કરી શકે છે,